ગીતશાસ્ત્ર ૨૩:૧-૬

  • “યહોવા મારા પાળક”

    • “મને કશાની ખોટ પડશે નહિ” ()

    • “તે મને તાજગી આપે છે” ()

    • ‘મારો પ્યાલો છલોછલ છે’ ()

દાઉદનું ગીત. ૨૩  યહોવા મારા પાળક છે.+ મને કશાની ખોટ પડશે નહિ.+  ૨  તે મને લીલાંછમ ઘાસમાં સુવડાવે છે. તે મને ઝરણાં* પાસે આરામ કરવા લઈ જાય છે.+  ૩  તે મને તાજગી આપે છે.+ પોતાના નામને લીધે તે મને ખરા માર્ગે દોરે છે.+  ૪  ભલે હું ઘોર અંધારી ખીણમાં ચાલું,+તોપણ મને કશાનો ડર નથી,+કેમ કે તમે મારી સાથે છો.+ તમારી છડી અને તમારી લાકડી મને હિંમત* આપે છે.  ૫  દુશ્મનો સામે તમે મારા માટે મિજબાની ગોઠવો છો.+ તમે મારા માથા પર તેલ ચોળીને તાજગી આપો છો.+ તમે મારો પ્યાલો છલોછલ ભરી દો છો.+  ૬  તમારી ભલાઈ અને તમારો અતૂટ પ્રેમ* જીવનભર મારી સાથે રહેશે.+ હું સદાને માટે યહોવાના મંદિરમાં રહીશ.+

ફૂટનોટ

અથવા કદાચ, “શાંત પાણી.”
અથવા, “દિલાસો.”