ગીતશાસ્ત્ર ૧૧૫:૧-૧૮
૧૧૫ હે યહોવા, અમને નહિ, હા, અમને નહિ,*પણ તમારા અતૂટ પ્રેમ* અને તમારી વફાદારીને લીધે,+તમારા નામને મહિમા મળે.+
૨ પ્રજાઓ કેમ કહે છે કે“તેઓનો ભગવાન ક્યાં છે?”+
૩ અમારા ઈશ્વર તો સ્વર્ગમાં છે.
તેમને ગમે એ જ તે કરે છે.
૪ પણ તેઓની મૂર્તિઓ સોના-ચાંદીની છે,એ તો માણસના હાથની કરામત છે.+
૫ તેઓને મોં છે, પણ બોલી શકતી નથી.+
આંખો છે, પણ જોઈ શકતી નથી.
૬ તેઓને કાન છે, પણ સાંભળી શકતી નથી.
નાક છે, પણ સૂંઘી શકતી નથી.
૭ તેઓને હાથ છે, પણ અડકી શકતી નથી.
પગ છે, પણ ચાલી શકતી નથી.+
તેઓ ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.+
૮ મૂર્તિઓ ઘડનારા પણ એના જેવા જ થઈ જશે.+
એના પર ભરોસો રાખનારા બધા એવા જ થઈ જશે.+
૯ હે ઇઝરાયેલ, યહોવા પર ભરોસો રાખ,+તે તારી મદદ અને તારી ઢાલ છે.+
૧૦ હે હારુનના વંશજો,+ યહોવા પર ભરોસો રાખો,તે તમારી મદદ અને તમારી ઢાલ છે.
૧૧ હે યહોવાનો ડર રાખનારાઓ, યહોવા પર ભરોસો રાખો,+તે તમારી મદદ અને તમારી ઢાલ છે.+
૧૨ યહોવા આપણને યાદ રાખે છે અને તે આશીર્વાદ આપશે.
તે ઇઝરાયેલના વંશજોને આશીર્વાદ આપશે.+
તે હારુનના વંશજોને આશીર્વાદ આપશે.
૧૩ યહોવાનો ડર રાખનારા બધાને,નાના-મોટા બધાને તે આશીર્વાદ આપશે.
૧૪ યહોવા તમને આબાદ કરશે,તમારી અને તમારાં બાળકોની સંખ્યા વધારશે.+
૧૫ સ્વર્ગ અને ધરતીના રચનાર યહોવા+તમારા પર આશીર્વાદ વરસાવો.+
૧૬ સ્વર્ગ યહોવાનું છે,+પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.+
૧૭ ગુજરી ગયેલાઓ યાહની સ્તુતિ કરતા નથી.+
મરણની ઊંઘમાં સરી ગયેલાઓ તેમના ગુણગાન ગાતા નથી.+
૧૮ પણ આપણે તો આજથી લઈને યુગોના યુગો સુધીયાહની સ્તુતિ કરીશું.
યાહનો જયજયકાર કરો!*
ફૂટનોટ
^ અથવા, “હે યહોવા, અમારું કશું જ નથી, હા, અમારું કશું જ નથી.”
^ અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.