કોલોસીઓને પત્ર ૨:૧-૨૩

  • ઈશ્વરનું પવિત્ર રહસ્ય ખ્રિસ્ત છે (૧-૫)

  • છેતરનાર લોકોથી સાવધ રહો (૬-૧૫)

  • હકીકત તો ખ્રિસ્ત છે (૧૬-૨૩)

 હું ચાહું છું કે તમે જાણો કે તમારા લાભ માટે અને લાવદિકિયાનાં+ ભાઈ-બહેનોના લાભ માટે અને જેઓએ મને જોયો નથી, એ સર્વના લાભ માટે હું કેટલી સખત મહેનત કરું છું. ૨  મારી મહેનતનું કારણ એ છે કે, તેઓનાં હૃદયોને દિલાસો મળે+ અને તેઓ પ્રેમમાં એક થાય.+ આમ તેઓ એ આશીર્વાદો* મેળવે, જે ઈશ્વરના પવિત્ર રહસ્યના ખરા જ્ઞાનથી અને સાચી સમજણથી મળે છે. એ રહસ્ય તો ખ્રિસ્ત છે.+ ૩  સર્વ ડહાપણ અને જ્ઞાનનો ખજાનો ખ્રિસ્તમાં સંતાડી રાખવામાં આવ્યો છે.+ ૪  હું તમને આ જણાવું છું જેથી કોઈ તમને છેતરામણી વાતોથી* મૂર્ખ ન બનાવે. ૫  ભલે હું હાજર નથી, પણ મારું દિલ તમારી સાથે છે. તમારી સારી ગોઠવણ+ અને ખ્રિસ્તમાં તમારી મક્કમ શ્રદ્ધા+ જોઈને મને ઘણો આનંદ થાય છે. ૬  તમે આપણા માલિક ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા મૂકી છે, એટલે તેમના પગલે ચાલતા રહો. ૭  તમને શીખવવામાં આવ્યું છે તેમ, તેમનામાં મૂળ ઊંડાં ઉતારો, પ્રગતિ કરતા રહો+ અને શ્રદ્ધામાં સ્થિર થતા જાઓ.+ એટલું જ નહિ, શ્રદ્ધામાં ખૂબ મક્કમ બનો અને હંમેશાં ઈશ્વરનો આભાર માનો.+ ૮  સાવધ રહો, કોઈ તમને ફિલસૂફી અને છેતરામણી વાતોથી* ફસાવે નહિ.*+ એ વાતો માણસોની માન્યતાઓ અને દુનિયાના વિચારો* પ્રમાણે છે, ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે નથી. ૯  કેમ કે ખ્રિસ્તમાં તો ઈશ્વરના બધા ગુણો વસે છે.+ ૧૦  એટલે તેમના દ્વારા તમે ભરપૂર થયા છો, જે બધી સરકારો અને સત્તાઓના આગેવાન* છે.+ ૧૧  તેમની સાથેના તમારા સંબંધને લીધે તમારી સુન્‍નત* થઈ. પણ એ સુન્‍નત માણસોના હાથથી નહિ, પણ પાપી શરીરની ઇચ્છાઓને ઉતારીને થઈ હતી.+ ખ્રિસ્તના સેવકોની એવી જ સુન્‍નત થવી જોઈએ.+ ૧૨  તમને ખ્રિસ્તના બાપ્તિસ્મામાં* તેમની સાથે દફનાવવામાં આવ્યા+ અને તેમની સાથેના સંબંધને લીધે તમને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા.+ કેમ કે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડનાર ઈશ્વરનાં શક્તિશાળી કામો પર તમને શ્રદ્ધા હતી.+ ૧૩  વધુમાં, તમે તમારા અપરાધોને લીધે મરી ચૂક્યા હતા અને શરીરની સુન્‍નત વગરના હતા. છતાં ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે તમને જીવતા કર્યા.+ ઈશ્વરે દયા બતાવીને આપણા બધા અપરાધો માફ કર્યા+ ૧૪  અને એ લખાણ* ભૂંસી નાખ્યું,+ જેમાં આપણી વિરુદ્ધ નિયમો હતા.+ તેમણે એને વધસ્તંભ પર ખીલા મારીને આપણી સામેથી હટાવી દીધું.+ ૧૫  તેમણે વધસ્તંભ* દ્વારા સરકારો અને અધિકારીઓને ઉઘાડાં પાડ્યાં અને તેઓ હારેલા લોકો હોય એમ બધાની સામે તેઓનો તમાશો કર્યો.+ તેમણે વિજયકૂચ કરીને બતાવ્યું કે તેઓને હરાવવામાં આવ્યા છે. ૧૬  તેથી ખાવા-પીવા વિશે,+ તહેવાર કે ચાંદરાત*+ ઊજવવા વિશે કે સાબ્બાથ*+ પાળવા વિશે બીજો કોઈ માણસ તમારા માટે નિર્ણય ન લે. ૧૭  કેમ કે એ બધું તો આવનાર બાબતોનો પડછાયો છે,+ પણ હકીકત તો ખ્રિસ્ત છે.+ ૧૮  જે માણસ નમ્રતાનો ઢોંગ કરવામાં અને દૂતોની* ભક્તિ કરવામાં ખુશ થાય છે અને પોતે જોયેલા દર્શનને “પકડી રાખે છે,”* એવા માણસને તમારું ઇનામ છીનવી લેવા ન દો.+ તે પોતાના પાપી મનને લીધે કોઈ કારણ વગર ફુલાઈ જાય છે. ૧૯  તે શિરને* વળગી રહેતો નથી,+ જેના દ્વારા આખા શરીરનું પોષણ થાય છે અને સાંધા તથા સ્નાયુઓથી શરીર એકસાથે જોડાયેલું રહે છે. એ શિર દ્વારા જ શરીર વધતું જાય છે અને એ વૃદ્ધિ ઈશ્વર પાસેથી છે.+ ૨૦  તમે દુનિયાના વિચારોનો*+ ત્યાગ કરીને ખ્રિસ્ત સાથે મરી ચૂક્યા છો. તો પછી તમે કેમ હજુ પણ દુનિયાનો ભાગ છો? તમે કેમ આવા નિયમો હજુ પાળો છો:+ ૨૧  “આને લેશો નહિ, એને ચાખશો નહિ, પેલું અડકશો નહિ”? ૨૨  આ નિયમો એવી વસ્તુઓ માટે છે, જેનો ઉપયોગ કર્યા પછી નાશ થઈ જાય છે. એ તો માણસોની આજ્ઞાઓ અને શિક્ષણ છે.+ ૨૩  આ નિયમો લોકોને પોતાની રીતે ભક્તિ કરવા, નમ્ર હોવાનો ડોળ કરવા અને પોતાના શરીરને હાનિ પહોંચાડવા ઉશ્કેરે છે.+ ભલે એ નિયમો ડહાપણભર્યા લાગે, પણ એનાથી પાપી શરીરની ઇચ્છાઓ સામે લડવા કોઈ મદદ મળતી નથી.

ફૂટનોટ

અથવા, “સંપત્તિ.”
અથવા, “ગળે ઊતરી જાય એવી દલીલોથી.”
અથવા, “નકામી દલીલોથી.”
અથવા, “પોતાના શિકાર તરીકે તમને ઉઠાવી ન જાય.”
અથવા, “પાયારૂપી ધોરણો.”
મૂળ, “શિર.”
અથવા, “નિયમશાસ્ત્ર.”
અથવા કદાચ, “ખ્રિસ્ત.”
આ જૂઠા ધર્મની રહસ્યમય (દીક્ષા) વિધિઓમાંથી ટાંકેલું છે.
એટલે કે, ખ્રિસ્ત.
અથવા, “પાયારૂપી ધોરણોનો.”