આમોસ ૮:૧-૧૪
૮ વિશ્વના માલિક યહોવાએ મને આ દર્શન બતાવ્યું: મેં જોયું કે એક ટોપલીમાં ઉનાળાનાં ફળ* ભરેલાં હતાં.
૨ તેમણે પૂછ્યું: “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું: “ઉનાળાનાં પાકેલાં ફળોથી ભરેલી ટોપલી.” યહોવાએ મને કહ્યું: “મારા ઇઝરાયેલી લોકોનો અંત આવી પહોંચ્યો છે. હું ક્યારેય તેઓને માફ કરીશ નહિ.+
૩ વિશ્વના માલિક યહોવા કહે છે, ‘એ દિવસે મંદિરનાં ગીતો વિલાપમાં ફેરવાઈ જશે.+ બધે જ લાશોના ઢગલા હશે+ અને એકદમ સન્નાટો છવાઈ જશે.’
૪ ઓ ગરીબોને કચડી નાખનારાઓ
અને દેશના દીન લોકોનો નાશ કરનારાઓ, તમે સાંભળો.+
૫ તમે કહો છો, ‘ચાંદરાતનો* તહેવાર ક્યારે પૂરો થાય+ ને આપણે અનાજ વેચીએ?
સાબ્બાથ*+ ક્યારે પૂરો થાય ને આપણે ધાન્ય વેચીએ?
જેથી આપણે એફાહ માપને* નાનું બનાવી શકીએ,શેકેલનું* વજન વધારી શકીએ,ખોટાં ત્રાજવાંથી છેતરી શકીએ,+
૬ ચાંદી આપીને લાચાર લોકોને ખરીદી શકીએ,ચંપલની જોડ આપીને ગરીબોને વેચાતા લઈ શકીએ+અને અનાજનું ભૂસું વેચી શકીએ.’
૭ યહોવાએ યાકૂબના ગૌરવના સમ ખાઈને કહ્યું,+‘હું તેઓનાં કામોને કદી ભૂલીશ નહિ.+
૮ એટલે આખો દેશ* ધ્રૂજી ઊઠશેઅને દેશનો દરેક રહેવાસી વિલાપ કરશે.+
આખો દેશ નાઈલ નદીની જેમ ઊભરાઈ જશેઅને ઇજિપ્તની નાઈલ નદીના ધસમસતા અને ઓસરતા પાણી જેવો થઈ જશે.’+
૯ વિશ્વના માલિક યહોવા જાહેર કરે છે,‘એ દિવસે હું ભરબપોરે સૂરજને ડુબાડી દઈશઅને ધોળે દહાડે દેશ પર અંધકાર પાથરી દઈશ.+
૧૦ તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી દઈશ+અને તમારાં ગીતોને હું વિલાપગીતોમાં* ફેરવી દઈશ.
હું બધાની કમરે કંતાન પહેરાવીશ અને બધાનાં માથાં મૂંડાવી નાખીશ.
એકનો એક દીકરો મરી ગયો હોય એવો શોક હું ફેલાવીશ.
એ દિવસનો અંત એકદમ કડવો હશે.’
૧૧ વિશ્વના માલિક યહોવા કહે છે,‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,જ્યારે હું દેશ પર દુકાળ મોકલીશ,રોટલીનો કે પાણીનો દુકાળ નહિ,પણ યહોવાના શબ્દો સાંભળવાનો દુકાળ મોકલીશ.+
૧૨ તેઓ સમુદ્રથી સમુદ્રઅને ઉત્તરથી પૂર્વ* સુધી ભટકશે.
યહોવાના શબ્દો સાંભળવા તેઓ અહીંતહીં દોડશે, પણ તેઓને મળશે નહિ.
૧૩ એ દિવસે ખૂબસૂરત યુવતીઓઅને યુવાનો તરસથી બેભાન થઈ જશે,
૧૪ તેઓ સમરૂનના પાપના સમ ખાઈને+ કહે છે,“હે દાન, તારા દેવના સમ”+અને “બેર-શેબાના રસ્તાના સમ!”+
તેઓ પડશે અને કદી પાછા ઊઠશે નહિ.’”+
ફૂટનોટ
^ ખાસ કરીને “અંજીર” અને કદાચ “ખજૂર.”
^ વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ અથવા, “પૃથ્વી.”
^ અથવા, “શોકગીતોમાં.”
^ અથવા, “સૂર્યોદય.”