આમોસ ૧:૧-૧૫

  • આમોસને યહોવા પાસેથી સંદેશો મળે છે (૧, ૨)

  • વારંવાર કરેલા ગુનાને લીધે સજા (૩-૧૫)

 આ આમોસનો* સંદેશો છે. તે તકોઆ+ નગરનો ઘેટાંપાળક હતો. તેને દર્શનમાં ઇઝરાયેલ વિશે સંદેશો મળ્યો. ધરતીકંપના+ બે વર્ષ પહેલાં તેને એ સંદેશો મળ્યો. એ દિવસોમાં યહૂદા પર રાજા ઉઝ્ઝિયા+ રાજ કરતો હતો અને ઇઝરાયેલ પર યોઆશનો+ દીકરો રાજા યરોબઆમ+ રાજ કરતો હતો. ૨  આમોસે કહ્યું: “યહોવા* સિયોનમાંથી ગર્જના કરશે, તે યરૂશાલેમમાંથી મોટો પોકાર કરશે. ઘેટાંપાળકોનાં ગૌચરો* શોક પાળશે અને કાર્મેલનું શિખર સુકાઈ જશે.”+  ૩  “યહોવા કહે છે, ‘“દમસ્કે વારંવાર* ગુના કર્યા છે,* એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ. તેણે અનાજ મસળવાના લોઢાનાં ઓજારોથી ગિલયાદને મસળી નાખ્યું છે.+  ૪  હું હઝાએલના+ ઘર પર અગ્‍નિ મોકલીશ, એ બેન-હદાદના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.+  ૫  હું દમસ્કના દરવાજાની ભૂંગળો ભાંગી નાખીશ,+ હું બિકાત-આવેનના રહેવાસીઓનો નાશ કરીશ, બેથ-એદેનથી રાજ કરનારનો* પણ હું નાશ કરીશ અને સિરિયાના લોકોને ગુલામ* બનાવીને કીર લઈ જવામાં આવશે,”+ એવું યહોવા કહે છે.’  ૬  યહોવા કહે છે, ‘“ગાઝાએ વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ. તેઓ ગુલામોના આખા સમૂહને લઈ ગયા છે+ અને અદોમના હાથમાં સોંપી દીધો છે.  ૭  હું ગાઝાના કોટ પર અગ્‍નિ મોકલીશ,+ એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.  ૮  હું આશ્દોદના રહેવાસીઓનો નાશ કરીશ,+ આશ્કલોનથી રાજ કરનારનો* પણ હું નાશ કરીશ,+ હું એક્રોન સામે મારો હાથ ઉગામીશ+ અને પલિસ્તના બાકી રહેલા લોકોનો નાશ થશે,”+ એવું વિશ્વના માલિક* યહોવા કહે છે.’  ૯  યહોવા કહે છે, ‘તૂરે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ. તેઓ ગુલામોના આખા સમૂહને અદોમ લઈ ગયા છે અને ભાઈઓનો કરાર* ભૂલી ગયા છે.+ ૧૦  હું તૂરના કોટ પર અગ્‍નિ મોકલીશ, એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+ ૧૧  યહોવા કહે છે, ‘અદોમે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ. તે તલવાર લઈને પોતાના જ ભાઈની પાછળ પડ્યો+ અને તેણે દયા બતાવવાની ના પાડી દીધી. તેણે ગુસ્સે થઈને પોતાના ભાઈઓને ક્રૂરતાથી ચીરી નાખ્યા અને તેનો ક્રોધ હજી સુધી ઠંડો પડ્યો નથી.+ ૧૨  હું તેમાન પર અગ્‍નિ મોકલીશ,+ એ બોસરાહના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+ ૧૩  યહોવા કહે છે, ‘“આમ્મોનીઓએ વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેઓને સજા કર્યા વગર છોડીશ નહિ. પોતાની સરહદ વધારવા+ તેઓએ ગિલયાદની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે. ૧૪  હું રાબ્બાહના કોટ પર અગ્‍નિ મોકલીશ,+ એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે, લડાઈના દિવસે યુદ્ધનો પોકાર થશે અને વાવાઝોડાના દિવસે ભારે પવન ફૂંકાશે. ૧૫  તેઓનો રાજા તેના અધિકારીઓ સાથે ગુલામીમાં જશે,”+ એવું યહોવા કહે છે.’

ફૂટનોટ

અર્થ, “બોજ” કે “બોજ ઊંચકનાર.”
અથવા, “ચરાવવાની જગ્યા.”
મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”
અથવા, “બંડ કર્યું છે.”
મૂળ, “જેના હાથમાં રાજદંડ છે એનો.”
શબ્દસૂચિમાં “ગુલામી” જુઓ.
મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”
મૂળ, “જેના હાથમાં રાજદંડ છે એનો.”
મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”
મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”
મૂળ, “ત્રણ વાર, હા ચાર વાર.”