સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૮

અમે કેમ સારી રીતે તૈયાર થઈને સભાઓમાં જઈએ છીએ?

અમે કેમ સારી રીતે તૈયાર થઈને સભાઓમાં જઈએ છીએ?

આઇસલૅન્ડ

મેક્સિકો

ગિની-બિસ્સાઉ

ફિલિપાઇન્સ

તમે આ ચોપડીનાં ચિત્રોમાં જોયું હશે કે યહોવાના સાક્ષીઓ કેવા સરસ તૈયાર થઈને સભામાં જાય છે! અમે કેમ અમારા પહેરવેશ પર ખૂબ ધ્યાન આપીએ છીએ?

અમારા ઈશ્વરને માન બતાવવા એમ કરીએ છીએ. ઈશ્વર ફક્ત આપણો બહારનો દેખાવ જ જોતા નથી. આપણે અંદરથી કેવા છીએ, એ પણ જુએ છે. (૧ શમૂએલ ૧૬:૭) તેમ છતાં, ભક્તિ માટે ભેગા મળીએ ત્યારે આપણે દિલથી ચાહીએ છીએ કે ઈશ્વર અને સાથી ભાઈ-બહેનોને માન આપીએ. જો આપણે રાજા કે વડાપ્રધાન આગળ હાજર થવાનું હોય, તો તેમની પદવી માટે માન હોવાથી શોભતા પહેરવેશમાં જઈશું. એવી જ રીતે, સભામાં આપણો પહેરવેશ બતાવી આપશે કે ‘સનાતન યુગોના રાજા’ યહોવા અને તેમની ભક્તિની જગ્યા માટે આપણને કેટલું માન છે.—૧ તીમોથી ૧:૧૭.

એનાથી અમારા સંસ્કાર દેખાઈ આવે છે. બાઇબલ ખ્રિસ્તીઓને ઉત્તેજન આપે છે કે તેઓનો પહેરવેશ ‘મર્યાદાશીલ તથા ગંભીર’ હોય. (૧ તીમોથી ૨:૯, ૧૦) આપણે ‘મર્યાદાશીલ’ હોઈશું તો આપણો પહેરવેશ ભપકાદાર, ટૂંકો કે બીજાઓની જાતીય લાગણીઓને ઉશ્કેરે એવો નહિ હોય. તેમ જ, આપણે ‘ગંભીર’ હોઈશું તો લઘરવઘર કે ધ્યાન ખેંચે એવાં નહિ, પણ શોભતાં કપડાં પસંદ કરીશું. આ સિદ્ધાંતો પ્રમાણે જીવીએ તોપણ, આપણે વિવિધ પ્રકારનાં કપડાં પહેરી શકીએ છીએ. આપણો શોભતો અને વ્યવસ્થિત પહેરવેશ ‘આપણા તારનાર ઈશ્વરના શિક્ષણને દીપાવે’ છે અને તેમને મહિમા આપે છે. (તીતસ ૨:૧૦; ૧ પીતર ૨:૧૨) આપણે સારી રીતે તૈયાર થઈને સભાઓમાં જઈએ, એનાથી યહોવાની ભક્તિ માટે બીજાઓનો આદર-ભાવ વધે છે.

તમારા પહેરવેશને લીધે પ્રાર્થનાઘરમાં આવતા અચકાશો નહિ. આપણાં કપડાં મોંઘાં કે ફેશનેબલ હોય એ જરૂરી નથી. પણ વ્યવસ્થિત, ચોખ્ખાં અને સારાં હોય એટલું પૂરતું છે.

  • ઈશ્વરભક્તિમાં આપણો પહેરવેશ કેટલો મહત્ત્વનો છે?

  • આપણા પહેરવેશ વિશે કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ?