બૉક્સ ૭-ખ
હઝકિયેલના પુસ્તકમાં આપેલા ખાસ શબ્દો
“માણસના દીકરા”
૯૦થી વધારે વાર
યહોવાએ હઝકિયેલને ૯૦થી વધારે વાર “માણસના દીકરા” કીધા. (હઝકિ. ૨:૧) એમ કહીને યહોવા તેમને શું યાદ કરાવતા હતા? ભલે હઝકિયેલને મોટા મોટા આશીર્વાદો મળ્યા હતા, તોપણ તે ફક્ત માટીના માણસ હતા. ધ્યાનમાં લો કે ખુશખબરનાં પુસ્તકોમાં આશરે ૮૦ વાર ઈસુને પણ “માણસના દીકરા” કહેવામાં આવ્યા છે. એ બતાવે છે કે ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે કંઈ માણસનું રૂપ લઈને આવ્યા ન હતા, પણ તે માણસ જ હતા.—માથ. ૮:૨૦.
“સ્વીકારવું પડશે કે હું યહોવા છું”
૫૦થી વધારે વાર
હઝકિયેલે પોતાના પુસ્તકમાં ૫૦થી વધારે વાર યહોવાએ કહેલા આ શબ્દો લખી લીધા: લોકોએ “સ્વીકારવું પડશે કે હું યહોવા છું.” એમ કહીને યહોવા જણાવવા માંગતા હતા કે ફક્ત પોતાની જ ભક્તિ થવી જોઈએ.—હઝકિ. ૬:૭.
“વિશ્વના માલિક યહોવા”
આશરે ૨૧૭ વાર
“વિશ્વના માલિક યહોવા” એ શબ્દો હઝકિયેલના પુસ્તકમાં આશરે ૨૧૭ વાર જોવા મળે છે. આ રીતે યહોવાના નામને જે માન-મહિમા મળવાં જોઈએ એ આપવામાં આવ્યાં છે. એનાથી એ પણ જાણવા મળે છે કે આખું વિશ્વ યહોવાનું છે.—હઝકિ. ૨:૪.