ભાગ સાતમાં શું છે?
આ ભાગમાં લગભગ ૮૦ વર્ષનો ઇતિહાસ જોઈશું. ખાસ કરીને રાજા શાઉલ અને રાજા દાઉદના જીવન પર ધ્યાન આપીશું. શાઉલ શરૂઆતમાં નમ્ર હતા અને યહોવાને પ્રેમ કરતા હતા. પણ તે જલદી જ બદલાઈ ગયા. તેમણે યહોવાની વાત માનવાનું છોડી દીધું. યહોવાએ તેમનો રાજા તરીકે નકાર કર્યો. થોડા સમય પછી, યહોવાએ શમુએલને કહ્યું કે દાઉદને ઇઝરાયેલના રાજા તરીકે પસંદ કરે. શાઉલને દાઉદની ઈર્ષા થવા લાગી. તેમણે કેટલીય વાર દાઉદને મારી નાખવાની કોશિશ કરી. પણ દાઉદે ક્યારેય બદલો ન લીધો. શાઉલના દીકરા યોનાથાન જાણતા હતા કે દાઉદને યહોવાએ પસંદ કર્યા છે, એટલે તે દાઉદને વફાદાર રહ્યા. દાઉદે જીવનમાં ગંભીર પાપ કર્યાં હતાં. પણ યહોવાએ તેમને સુધાર્યા ત્યારે, તેમણે યહોવાની વાત માની. તમારા બાળકને સમજાવો કે હંમેશાં યહોવાની વાત
માનવી જોઈએ અને તેમને વફાદાર રહેવું જોઈએ. એટલું જ નહિ, યહોવાએ જેઓને આગેવાની લેવા પસંદ કર્યા છે, તેઓની પણ વાત માનવી જોઈએ અને વફાદાર રહેવું જોઈએ.આ ભાગમાં
પાઠ ૩૯
ઇઝરાયેલનો પહેલો રાજા
યહોવાએ ઇઝરાયેલીઓને સાચો માર્ગ બતાવવા માટે ન્યાયાધીશો આપ્યા હતા. પણ હવે તેઓને એક રાજા જોઈતો હતો. શમુએલે શાઉલનો ઇઝરાયેલના પહેલા રાજા તરીકે અભિષેક કર્યો. પણ પછીથી યહોવાએ શાઉલનો નકાર કર્યો. શા માટે?
પાઠ ૪૦
દાઉદ અને ગોલ્યાથ
યહોવા દાઉદને ઇઝરાયેલના નવા રાજા તરીકે પસંદ કરે છે અને દાઉદ સાબિત કરે છે કે યહોવાએ તેમની પસંદગી કરી એ બરાબર છે
પાઠ ૪૧
દાઉદ અને શાઉલ
આ બંનેમાંથી એક માણસ કેમ બીજા માણસને નફરત કરે છે? જેને નફરત કરવામાં આવે છે તે માણસ કઈ રીતે વર્તે છે?