ભાગ પાંચમાં શું છે?
લાલ સમુદ્ર પાર કર્યાને બે મહિના પછી ઇઝરાયેલીઓ સિનાઈ પર્વત નજીક આવી પહોંચ્યા. ત્યાં યહોવાએ ઇઝરાયેલીઓ સાથે કરાર કર્યો કે તેઓ તેમની ખાસ પ્રજા બનશે. યહોવાએ તેઓનું રક્ષણ કર્યું અને જરૂરી બધી વસ્તુઓ આપી. જેમ કે, તેઓને ખાવા માટે માન્ના આપ્યું, રહેવા માટે સલામત જગ્યા આપી અને તેઓનાં કપડાં ઘસાઈને ફાટ્યા નહિ. તમારા બાળકને એ સમજવા મદદ કરો કે યહોવાએ ઇઝરાયેલીઓને નિયમો શા માટે આપ્યા. તેમ જ મંડપ અને યાજકોની ગોઠવણ કેમ કરી. તેઓને એ ખાસ સમજાવો કે વચન પાળવું, નમ્ર રહેવું અને હંમેશાં યહોવાને વફાદાર રહેવું ખૂબ મહત્ત્વનું છે.
આ ભાગમાં
પાઠ ૨૩
ઇઝરાયેલીઓએ યહોવાને વચન આપ્યું
ઇઝરાયેલીઓએ સિનાઈ પર્વત પાસે તંબૂ ઊભા કર્યા ત્યારે, ઈશ્વરને એક ખાસ વચન આપ્યું.
પાઠ ૨૭
અમુક લોકો યહોવાની સામે થયા
કોરાહ, દાથાન, અબીરામ અને બીજા ૨૫૦ માણસો યહોવા વિશે એક મહત્ત્વની વાત સમજ્યા નહિ.