પાઠ ૭
બાબિલની ઇમારત
મોટા પૂર પછી નૂહના દીકરાઓને ઘણાં બાળકો થયાં. તેઓનું કુટુંબ વધવા લાગ્યું. યહોવાએ કહ્યું હતું તેમ, તેઓ પૃથ્વીના અલગ અલગ ભાગોમાં રહેવા લાગ્યાં.
પણ અમુક લોકોએ યહોવાનું માન્યું નહિ. તેઓએ કહ્યું: ‘ચાલો આપણે એક શહેર બાંધીએ અને અહીં જ રહીએ. આપણે મોટી ઇમારત બાંધીએ જે આકાશ સુધી પહોંચે. આમ બધા લોકોમાં આપણું નામ મોટું થશે.’
પછીના પાઠમાં જોઈશું.
એ લોકો જે કરતા હતા એનાથી યહોવા જરાય ખુશ ન હતા. એટલે યહોવાએ તેઓને રોકવાનું નક્કી કર્યું. તમે જાણો છો યહોવાએ શું કર્યું? યહોવાએ એવું કંઈક કર્યું કે તેઓ અલગ અલગ ભાષા બોલવા લાગ્યા. હવે તેઓ એકબીજાને સમજી શકતા ન હતા. એટલે તેઓએ શહેર બાંધવાનું છોડી દીધું. તેઓ જે શહેર બાંધી રહ્યા હતા, એનું નામ બાબિલ પડ્યું. એનો અર્થ થાય “ગૂંચવણ.” પછી લોકો એ શહેર છોડીને પૃથ્વીના ખૂણે ખૂણે રહેવા લાગ્યા. ત્યાં પણ તેઓ ખરાબ કામ કરતા રહ્યા. શું દુનિયામાં હજુ કોઈ હતું, જે યહોવાને પ્રેમ કરતું હતું? એ વિશે હવે“ઈશ્વર ઘમંડી લોકોની વિરુદ્ધ છે, પણ નમ્ર લોકો પર તે અપાર કૃપા વરસાવે છે.”—યાકૂબ ૪:૬