પાઠ ૧
ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યાં
યહોવા ઈશ્વર આપણા સર્જનહાર છે, એટલે કે તેમણે જ બધું બનાવ્યું છે. આપણને દેખાય કે ન દેખાય એવી બધી જ વસ્તુઓ તેમણે બનાવી છે. આકાશ અને પૃથ્વી બનાવતા પહેલાં ઈશ્વરે સ્વર્ગમાં ઘણા બધા દૂતો બનાવ્યા. તમને ખબર છે દૂતો કોણ છે? તેઓ યહોવાની સેવા કરે છે. જેમ આપણે યહોવાને જોઈ નથી શકતા, તેમ દૂતોને પણ જોઈ નથી શકતા. યહોવાએ સૌથી પહેલા એક દૂતને બનાવ્યો. એ દૂતે તારા, ગ્રહો અને બીજી બધી વસ્તુઓ બનાવવામાં યહોવાને મદદ કરી. જે ગ્રહો બનાવ્યા, એમાંથી એક ગ્રહ આપણી સુંદર પૃથ્વી છે, જેમાં આપણે રહીએ છીએ.
પ્રાણીઓ અને માણસો જીવી શકે એ રીતે યહોવાએ પૃથ્વી બનાવી છે. તેમણે પૃથ્વી પર સૂરજનું અજવાળું ચમકાવ્યું. તેમણે પહાડો, સમુદ્રો અને નદીઓ બનાવ્યાં.
તમને ખબર છે પછી શું થયું? યહોવાએ કહ્યું: ‘હું ઘાસ, છોડ અને ઝાડ બનાવીશ.’ એટલે અલગ અલગ ફળ-ફૂલ અને શાકભાજી ઊગવા લાગ્યાં. પછી ઈશ્વરે બધા પ્રકારના જીવો બનાવ્યા. જેમ કે, આકાશમાં ઊડતા પક્ષીઓ, પાણીમાં તરતી માછલીઓ અને જમીન પર ચાલતાં જીવ-જંતુઓ. તેમણે સસલાં જેવાં નાનાં પ્રાણીઓથી લઈને, હાથી જેવાં મોટાં પ્રાણીઓ બનાવ્યાં. તમને સૌથી વધારે કયું પ્રાણી ગમે છે?
યહોવાએ સૌથી પહેલા બનાવેલા દૂતને કહ્યું: “આપણે માણસ બનાવીએ.” એ માણસો પ્રાણીઓ કરતાં એકદમ અલગ હશે. તેઓ નવી નવી વસ્તુઓ બનાવી શકશે, વાતો કરી શકશે, હસી શકશે અને પ્રાર્થના કરી શકશે. તેઓ પૃથ્વી અને પ્રાણીઓની સંભાળ પહેલો માણસ કોણ હતો? ચાલો જોઈએ.
રાખશે. તમને ખબર છે સૌથી“શરૂઆતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.”—ઉત્પત્તિ ૧:૧