વાત શરૂ કરો
પાઠ ૩
દયા બતાવો
મુખ્ય કલમ: “પ્રેમ . . . દયાળુ છે.”—૧ કોરીં. ૧૩:૪.
ઈસુએ શું કર્યું?
૧. વીડિયો જુઓ અથવા યોહાન ૯:૧-૭ વાંચો. પછી આ સવાલો પર વિચાર કરો:
-
ક. ઈસુએ સૌથી પહેલા શું કર્યું, આંધળા માણસને દેખતો કર્યો કે પછી તેને ખુશખબર જણાવી?—યોહા. ૯:૩૫-૩૮ જુઓ.
ઈસુ પાસેથી શું શીખવા મળે છે?
૨. જો વ્યક્તિને ખ્યાલ આવશે કે આપણને ખરેખર તેના માટે લાગણી છે, ચિંતા છે, તો તેને સંદેશો સાંભળવાનું મન થશે.
ઈસુ જેવું કરો
૩. વ્યક્તિની લાગણીનો વિચાર કરો. તમે તેના જેવા સંજોગોમાં હોત તો તમને કેવું લાગ્યું હોત, એનો વિચાર કરો.
-
ક. પોતાને પૂછો: ‘તેને કઈ ચિંતા થતી હશે? તેને શાનાથી મદદ મળશે? કઈ વાત તેના દિલ સુધી પહોંચી જશે?’ એ સવાલો પર વિચાર કરવાથી તમે વ્યક્તિને ખરા દિલથી દયા બતાવી શકશો.
-
ખ. વ્યક્તિનું ધ્યાનથી સાંભળો. જો તે પોતાનું દિલ ઠાલવે અથવા કોઈ મુશ્કેલી વિશે જણાવે, તો તેની વાત કાપીને વિષય બદલી ન નાખો. વ્યક્તિનું ધ્યાનથી સાંભળીને બતાવો કે તમે તેની ચિંતા કરો છો.
૪. નરમાશથી અને આદરથી વાત કરો. તમે જે રીતે વાત કરશો એનાથી દેખાઈ આવશે કે તમને સામેવાળી વ્યક્તિ માટે લાગણી છે અને સાચે જ તેની મદદ કરવા માંગો છો. એટલે કેવા શબ્દો વાપરવા અને કઈ રીતે વાત કરવી એનું ખાસ ધ્યાન રાખો. એવું કંઈ ન બોલો જેનાથી વ્યક્તિને ખોટું લાગે.
૫. મદદ કરો. વ્યક્તિને નાની-મોટી રીતે મદદ કરવાની તક શોધો. આવી મદદ કરવાથી વાતચીતનો રસ્તો ખુલી શકે છે.