પાઠ ૦૮
શું તમે યહોવાના મિત્ર બની શકો?
યહોવા તમને મિત્ર બનાવવા માંગે છે. એટલે તે ચાહે છે કે તમે તેમના વિશે શીખો અને તેમને સારી રીતે ઓળખો. એમ કરવાથી બે પાકા દોસ્તોની જેમ યહોવા સાથેની તમારી દોસ્તી પાકી થશે. પણ તમને થશે, ‘હું કઈ રીતે ઈશ્વર સાથે દોસ્તી કરી શકું? તેમના મિત્ર બનવા મારે શું કરવું જોઈએ?’ (ગીતશાસ્ત્ર ૨૫:૧૪ વાંચો.) બાઇબલમાં એ સવાલોના જવાબ આપ્યા છે. એમાં એ પણ જણાવ્યું છે કે શા માટે યહોવા જ સૌથી સારા મિત્ર છે.
૧. યહોવા આપણી પાસે શું ચાહે છે?
“તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) એનો શું અર્થ થાય? યહોવા પોતે ચાહે છે કે આપણે તેમના દોસ્ત બનીએ. કદાચ અમુક લોકો કહે, ‘ઈશ્વર સાથે દોસ્તી? એવું કઈ રીતે થઈ શકે? આપણે તો તેમને જોયા પણ નથી.’ એ સાચું છે કે આપણે યહોવાને જોઈ નથી શકતા, પણ તેમના મિત્ર બની શકીએ છીએ. કઈ રીતે? તેમણે બાઇબલમાં પોતાના વિશે ઘણું લખાવ્યું છે. એ વાંચીને આપણે તેમના વિશે વધારે જાણી શકીએ છીએ. આમ, આપણે તેમની નજીક જઈએ છીએ અને તેમની સાથેની દોસ્તી વધારે પાકી થાય છે.
૨. કઈ રીતે કહી શકાય કે યહોવા સૌથી સારા મિત્ર છે?
બીજા બધા કરતાં યહોવા તમને સૌથી વધારે પ્રેમ કરે છે. તે ચાહે છે કે તમે ખુશ રહો અને મદદની જરૂર હોય ત્યારે તેમની પાસે જાઓ. બાઇબલમાં લખ્યું છે: “તમે તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પિતર ૫:૭) એક સાચા મિત્રની જેમ યહોવા હંમેશાં તમારી પડખે રહેશે, તમારું દુઃખ સાંભળશે અને તમને દિલાસો આપશે.—ગીતશાસ્ત્ર ૯૪:૧૮, ૧૯ વાંચો.
૩. યહોવાના દોસ્ત બનવા આપણે શું કરવું જોઈએ?
યહોવા દરેકને પ્રેમ કરે છે. “પણ [તે] સીધા માણસને પોતાનો જિગરી દોસ્ત બનાવે છે.” (નીતિવચનો ૩:૩૨) ખરું શું અને ખોટું શું એ યહોવા નક્કી કરે છે. એટલે તે ચાહે છે કે તેમના મિત્રો સારાં કામો કરે અને ખરાબ કામોથી દૂર રહે. કદાચ અમુકને લાગે કે તે યહોવાની બધી વાતો નહિ માની શકે. પણ યહોવા દરિયાદિલ છે. તે આપણી નબળાઈઓ સારી રીતે જાણે છે. જો સાચા દિલથી યહોવાને પ્રેમ કરીશું અને તેમની આજ્ઞાઓ પાળવા મહેનત કરીશું, તો આપણે પણ તેમના દોસ્ત બની શકીશું.—ગીતશાસ્ત્ર ૧૪૭:૧૧; પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.
વધારે જાણો
યહોવાના મિત્ર બનવા તમે શું કરી શકો? કેમ યહોવા જ સૌથી સારા મિત્ર છે? ચાલો જોઈએ.
૪. ઇબ્રાહિમ—યહોવાના મિત્ર
બાઇબલમાં એક ઈશ્વરભક્ત વિશે જણાવ્યું છે, જે યહોવાના મિત્ર હતા. તેમનું નામ ઇબ્રાહિમ હતું. તે ઇબ્રામ તરીકે પણ ઓળખાતા. તેમના વિશે વાંચવાથી આપણને જાણવા મળે છે કે યહોવાના દોસ્ત બનવા શું કરવું જોઈએ અને યહોવા પોતાના દોસ્તો માટે શું કરે છે. ઉત્પત્તિ ૧૨:૧-૪માં ઇબ્રાહિમ વિશે વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
યહોવાએ ઇબ્રાહિમને શું કરવાનું કહ્યું?
-
યહોવાએ તેમને કયું વચન આપ્યું?
-
ઇબ્રાહિમે શું કર્યું?
૫. યહોવા પોતાના દોસ્તો પાસેથી શું ચાહે છે?
આપણે બધા પોતાના મિત્રો પાસેથી કોઈને કોઈ આશા રાખીએ છીએ.
-
તમને કેવા મિત્રો ગમે? તે તમારા માટે શું કરે તો તમને ગમે?
૧ યોહાન ૫:૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
યહોવા તેમના મિત્રો પાસેથી શું ચાહે છે?
બની શકે કે યહોવાની આજ્ઞા પાળવા આપણે સ્વભાવ અને વાણી-વર્તનમાં સુધારો કરવો પડે. યશાયા ૪૮:૧૭, ૧૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
યહોવા કેમ ચાહે છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ અને જીવનમાં સુધારો કરીએ?
૬. યહોવા પોતાના દોસ્તોનો સાથ કદી નથી છોડતા
મુશ્કેલ સમયમાં યહોવા પોતાના દોસ્તોને મદદ કરે છે. વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.
-
યહોવાએ કઈ રીતે એક બહેનને કડવી યાદો અને નિરાશામાંથી બહાર આવવા મદદ કરી?
યશાયા ૪૧:૧૦, ૧૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
યહોવાએ પોતાના બધા મિત્રોને કયું વચન આપ્યું છે?
-
શું યહોવાથી વધારે સારો મિત્ર કોઈ હોય શકે? તમને કેમ એવું લાગે છે?
૭. વાતચીત કરો, દોસ્તી બાંધો!
વાતચીત કરવાથી દોસ્તી પાકી થાય છે. ગીતશાસ્ત્ર ૮૬:૬, ૧૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
આપણે યહોવા સાથે કઈ રીતે વાત કરી શકીએ?
-
યહોવા આપણી સાથે કઈ રીતે વાત કરે છે?
અમુક લોકો કહે છે: “ઈશ્વરને તો આપણે જોઈ પણ નથી શકતા, દોસ્તી તો દૂરની વાત છે.”
-
તમે કઈ કલમથી બતાવી શકો કે ઈશ્વરના દોસ્ત બની શકાય છે?
આપણે શીખી ગયા
યહોવા ચાહે છે કે તમે તેમના મિત્ર બનો. એવું કરવા તે તમને મદદ કરશે.
તમે શું કહેશો?
-
યહોવા કઈ રીતે પોતાના મિત્રોને મદદ કરે છે?
-
યહોવા કેમ પોતાના મિત્રોને આજ્ઞાઓ પાળવા અને જીવનમાં સુધારો કરવા કહે છે?
-
શું યહોવા પોતાના મિત્રો પાસેથી વધારે પડતી અપેક્ષા રાખે છે? તમને કેમ એવું લાગે છે?
વધારે માહિતી
ઈશ્વરના મિત્ર બનવાથી તમને કેવો ફાયદો થશે?
“યહોવાહ—આપણે તેમને ઓળખવા જ જોઈએ” (ચોકીબુરજ, ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૩)
યહોવાના દોસ્ત કઈ રીતે બની શકાય, એ વિશે શીખો.
“ઈશ્વરનો દોસ્ત બનવા હું શું કરી શકું?” (jw.org/gu પર આપેલો લેખ)
યહોવાના દોસ્ત બનવાથી એક બહેનનું જીવન બદલાઈ ગયું. એ વિશે વધારે જાણવા આ લેખ વાંચો.
અમુક યુવાનોને યહોવા વિશે કેવું લાગે છે, એ વિશે આ વીડિયો જુઓ.