બાઇબલ વાંચવાનું શરૂ કરો
બાઇબલ વાંચવાનું ક્યાંથી શરૂ કરશો? અહીં આપેલાં અમુક સૂચનો જુઓ અને તમને રસ પડે એવો વિષય પસંદ કરો. એની જોડે આપેલી કલમો વાંચો. તમને બાઇબલ વાંચવામાં બહુ જ મજા આવશે!
જાણીતા લોકો અને અહેવાલો
-
નૂહ અને પૂર: ઉત્પત્તિ ૬:૯–૯:૧૯
-
મૂસા અને લાલ સમુદ્રના બે ભાગ: નિર્ગમન ૧૩:૧૭–૧૪:૩૧
-
રૂથ અને નાઓમી: રૂથ અધ્યાય ૧-૪
-
દાઉદ અને ગોલ્યાથ: ૧ શમુએલ અધ્યાય ૧૭
-
અબીગાઈલ: ૧ શમુએલ ૨૫:૨-૩૫
-
દાનિયેલ સિંહોના બીલમાં: દાનિયેલ અધ્યાય ૬
-
એલિસાબેત અને મરિયમ: લૂક અધ્યાય ૧-૨
રોજબરોજના જીવન માટે માર્ગદર્શન
-
કુટુંબ: એફેસીઓ ૫:૨૮, ૨૯, ૩૩; ૬:૧-૪
-
દોસ્તી: નીતિવચનો ૧૩:૨૦; ૧૭:૧૭; ૨૭:૧૭
-
પ્રાર્થના: ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૬૨:૮; ૧ યોહાન ૫:૧૪
-
પહાડ પરનો ઉપદેશ: માથ્થી અધ્યાય ૫-૭
મુશ્કેલ સંજોગોમાં હિંમત આપતાં વચનો
-
નિરાશા: ગીતશાસ્ત્ર ૨૩; યશાયા ૪૧:૧૦
-
દુઃખ: ૨ કોરીંથીઓ ૧:૩, ૪; ૧ પિતર ૫:૭
-
કોઈ ભૂલ થઈ જાય ત્યારે: ગીતશાસ્ત્ર ૮૬:૫; હઝકિયેલ ૧૮:૨૧, ૨૨
બાઇબલ આ વિશે શું કહે છે?
-
છેલ્લા દિવસો: માથ્થી ૨૪:૩-૧૪; ૨ તિમોથી ૩:૧-૫
-
સુંદર ભવિષ્યની આશા: ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪
સૂચન: અહીં આપેલી કલમોની સાથે સાથે એ આખો અધ્યાય પણ વાંચો. એનાથી તમે અહેવાલને સારી રીતે સમજી શકશો. દરેક અધ્યાય વાંચ્યા પછી “મેં ક્યાં સુધી બાઇબલ વાંચ્યું?” ચાર્ટમાં એની નોંધ કરો. એ ચાર્ટ આ ચોપડીના અંતે આપ્યો છે. રોજ થોડું થોડું બાઇબલ વાંચવાનું નક્કી કરો.