પ્રેમ
યહોવાએ કઈ રીતે પ્રેમ બતાવ્યો છે?
યર્મિ ૩૧:૩; યોહ ૩:૧૬; રોમ ૫:૮; ૧યો ૪:૮, ૧૯
એને લગતા અહેવાલ:
ઉત ૧:૧, ૨૬-૩૧; ૨:૮, ૯, ૧૫, ૧૬—યહોવા ખૂબ પ્રેમથી પહેલા યુગલ માટે પૃથ્વી તૈયાર કરે છે અને તેઓના આનંદ માટે એદન બાગમાં ઘણી સારી સારી વસ્તુઓ આપે છે
ગી ૧૦૪:૨૭-૩૦—આ ગીતના લેખક યહોવાની સ્તુતિ કરે છે, કેમ કે તે બધાં વૃક્ષો, જીવજંતુઓ અને માણસોની પ્રેમથી સંભાળ રાખે છે
આપણે કઈ રીતે પ્રેમ બતાવી શકીએ?
યોહ ૧૩:૩૪, ૩૫; ૧૫:૧૨, ૧૩; ૧પિ ૪:૮; ૧યો ૪:૧૦, ૧૧; ૫:૩
એને લગતા અહેવાલ:
માથ ૨૨:૩૬-૩૯—ઈસુ સૌથી મોટી બે આજ્ઞા આપે છે. પહેલી, આપણે યહોવાને પ્રેમ કરવો જોઈએ અને બીજી, આપણે લોકોને પ્રેમ કરવો જોઈએ
૧કો ૧૩:૧-૮—પ્રેરિત પાઉલ સમજાવે છે કે પ્રેમનો ગુણ કેટલો મહત્ત્વનો છે. તે એ પણ જણાવે છે કે આપણે કઈ રીતે પ્રેમ બતાવી શકીએ