કૃપા
યહોવા કઈ રીતે આપણને કૃપા બતાવે છે?
રોમ ૩:૨૩, ૨૪; તિત ૩:૩-૬; હિબ્રૂ ૨:૯; ૧પિ ૫:૫
એને લગતા અહેવાલ:
યૂના ૩:૧૦; ૪:૧૧—જ્યારે નિનવેહના લોકો પસ્તાવો કરે છે ત્યારે યહોવા તેઓ પર કૃપા બતાવે છે અને માફ કરે છે. અરે, તે તેઓનાં જાનવરોનો પણ વિચાર કરે છે
લૂક ૬:૩૨-૩૬—ઈસુ યાદ અપાવે છે કે યહોવા એવા લોકોને દયા અથવા કૃપા બતાવે છે, જેઓ દુષ્ટ છે અને આભાર નથી માનતા. આમ તે શીખવે છે કે આપણે પણ બીજાઓ સાથે ભલાઈથી વર્તવું જોઈએ
આપણે કઈ રીતે બીજાઓને કૃપા બતાવી શકીએ?
ની ૨૨:૯; લૂક ૬:૩૫; એફે ૪:૩૨; હિબ્રૂ ૧૩:૧૬
એને લગતા અહેવાલ:
માર્ક ૧૪:૩-૯; યોહ ૧૨:૩—ઈસુ લાજરસની બહેન મરિયમના વખાણ કરે છે, કેમ કે તે ઉદાર હતી
૨તિ ૧:૧૬-૧૮—પાઉલ કેદમાં હતા ત્યારે ઓનેસિફરસ તેમને ઉત્તેજન આપે છે