તમારા માટે આમંત્રણ
ઈસુના મરણને યાદ કરતો પ્રસંગ
શનિવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૫
બંને પ્રસંગમાં તમારું દિલથી સ્વાગત છે. એમાં પ્રવેશ મફત છે.
ખાસ પ્રવચન
“આપણે કઈ રીતે સાચું-ખોટું પારખી શકીએ?”
જાણો કે ઈસુએ સત્ય વિશે શું જણાવ્યું અને સાચું-ખોટું પારખવા આપણને શું મદદ કરશે.
ઈસુના મરણને યાદ કરતો પ્રસંગ
આ ખાસ પ્રસંગે યહોવાના સાક્ષીઓ ઈસુ ખ્રિસ્તના મરણના દિવસને યાદ કરે છે. એમ કરીને તેઓ ઈસુની આજ્ઞા પાળે છે.—લૂક ૨૨:૧૯.
વારંવાર પૂછાતા સવાલો
કોણ આવી શકે?
બધા જ આવી શકે છે. તમારા કુટુંબને પણ લાવી શકો છો.
કાર્યક્રમો કેટલા લાંબા હશે?
ખાસ પ્રવચન અડધા કલાકનું હશે. એ પછી બાઇબલના કોઈ વિષય પર એક કલાક ચર્ચા કરવામાં આવશે. એમાં બધા ભાગ લઈ શકે છે.
સ્મરણપ્રસંગ લગભગ એક કલાકનો હશે.
કાર્યક્રમો ક્યાં રાખવામાં આવશે?
તમારા નજીકની જગ્યા શોધવા માટે “સ્મરણપ્રસંગ ક્યાં હશે” અથવા “ખાસ પ્રવચન ક્યાં હશે” એના પર ક્લિક કરો.
કાર્યક્રમમાં હાજર રહેવા શું મારે પૈસા આપવા પડશે અથવા બીજી સભાઓમાં હાજર રહેવું પડશે?
ના.
શું ત્યાં દાન ઉઘરાવવામાં આવશે?
ના. અમારી કોઈ પણ સભામાં દાન ઉઘરાવવામાં આવતું નથી.—માથ્થી ૧૦:૮.
શું કોઈ ખાસ પ્રકારનાં કપડાં પહેરીને આવવું પડશે?
ના. પણ યહોવાના સાક્ષીઓ શોભતાં અને મર્યાદા જળવાઈ એવાં કપડાં પહેરે છે.
આ કાર્યક્રમમાં શું કરવામાં આવશે?
સભાની શરૂઆત અને અંત ગીત અને પ્રાર્થનાથી થશે. યહોવાના સાક્ષીઓમાંથી કોઈ ભાઈ પ્રાર્થના કરાવશે. આ પ્રસંગે એક પ્રવચન હશે. એમાં જાણવા મળશે કે ઈસુનું મરણ આપણા માટે કેમ મહત્ત્વનું છે. એ પણ જોઈશું કે ઈશ્વર અને તેમના દીકરા ઈસુએ આપણા માટે જે કર્યું એનાથી કેવા આશીર્વાદો મળી શકે છે.
વધુ જાણવા આ લેખ વાંચો “યહોવાના સાક્ષીઓ શા માટે બીજા ધર્મો કરતાં જુદી રીતે પ્રભુભોજન ઊજવે છે?”
આવનાર વર્ષોમાં સ્મરણપ્રસંગ ક્યારે ઊજવવામાં આવશે?
૨૦૨૫: શનિવાર, ૧૨ એપ્રિલ
૨૦૨૬: ગુરુવાર, ૨ એપ્રિલ
૨૦૨૭: સોમવાર, ૨૨ માર્ચ
એ વિશે વધારે જાણવા, jw.org પર નીચેના વીડિયો જુઓ.
જુઓ કે સ્મરણપ્રસંગ કઈ રીતે ઊજવવામાં આવશે. ઈસુના મરણથી સુંદર ભાવિની જે આશા શક્ય બની છે એની પણ ઝલક જુઓ.
તમે સાંભળ્યું હશે કે ઈસુ આપણાં પાપોને માટે મરણ પામ્યા. પણ તેમના બલિદાનથી આખી માણસજાતને કઈ રીતે ફાયદો થઈ શકે?
તમે પોતે આવો અને જુઓ.
તમે ચાહો તો આમંત્રણ પત્રિકા પ્રિન્ટ કરવા એને ડાઉનલોડ કરી શકો.