સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકના લીધે બીજી માન્યતા ઊભી થઈ

એકના લીધે બીજી માન્યતા ઊભી થઈ

એકના લીધે બીજી માન્યતા ઊભી થઈ

આશરે ઈસવીસન ૬૦માં પ્રેરિત પાઊલે ખ્રિસ્તીઓને ચેતવણી આપી હતી: ‘સાવધાન રહો, રખેને ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, જેનાથી કોઈ તમને ફસાવે.’—કોલોસી ૨:૮.

પાઊલે ચેતવણી આપી હતી છતાં બીજી સદીના થોડા ખ્રિસ્તીઓએ અમુક ફિલસૂફીઓની ખ્રિસ્તી ધર્મ સાથે ભેળસેળ કરી. તેઓને લાગ્યું કે ફિલસૂફીઓ અપનાવવાથી રૂમી સત્તાના ભણેલા-ગણેલા લોકો ખ્રિસ્તી શિક્ષણ સ્વીકારશે. બીજા ઘણા લોકોને ખ્રિસ્તી બનાવી શકાશે.

જસ્ટીન માર્ટર ખ્રિસ્તી ધર્મમાં ફિલસૂફીઓ અપનાવવા માટે જાણીતા છે. તે માનતા હતા કે ઈસુ આવ્યા એના ઘણાં વર્ષ પહેલાં ઈશ્વરના એક પયગંબર ઘણા ગ્રીક ફિલોસોફરને મળ્યા હતા. એટલે જસ્ટીન અને તેમની જેમ ફિલસૂફી શીખવતા બીજા લોકોને લાગ્યું કે આવી માન્યતા ખ્રિસ્તી ધર્મમાં ઉમેરવાથી દુનિયા ફરતે બધા લોકો એક જ ઈશ્વરને ભજશે.

જસ્ટીન માર્ટરની આવી રીતથી ઘણા લોકો ખ્રિસ્તી બનવા લાગ્યા. બીજી બાજુ આવી ફિલસૂફીઓ અપનાવવાથી ખ્રિસ્તી ધર્મમાં ઘણી નવી માન્યતા ઊભી થઈ. એકના લીધે બીજી અને બીજીને લીધે ત્રીજી. સમય જતાં, એ બધી માન્યતાઓ ખ્રિસ્તી ધર્મનો ભાગ બની ગઈ. ચાલો આપણે છ માન્યતાઓ બાઇબલ સાથે સરખાવીએ અને એ સાચી છે કે ખોટી એ તપાસીએ. (w09 11/01)

[પાન ૩ પર ચિત્ર]

શેતાન: Barrators—Giampolo/The Doré Illustrations For Dante’s Divine Comedy/Dover Publications Inc.; સ્વર્ગદૂતો: Art Resource, NY; ત્રિમૂર્તિ: Museo Bardini, Florence