સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગાલીલના સમુદ્રે

ગાલીલના સમુદ્રે

ગાલીલના સમુદ્રે

માર્કનો અહેવાલ બતાવે છે કે ઈસુ અને તેમના શિષ્યોએ હોડીમાં ગાલીલનો સમુદ્ર પાર કર્યો. આપણને વાંચવા મળે છે: “પવનનું ભારે તોફાન થયું. મોજાં ઉછળીને હોડી સાથે અથડાવા લાગ્યાં અને તેથી હોડી પાણીથી ભરાઈ જવા લાગી. ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર પોતાનું માથું ટેકવી ઊંઘતા હતા.”—માર્ક ૪:૩૫-૪૧, પ્રેમસંદેશ.

બાઇબલમાં ફક્ત આ જ કલમમાં ઓશીકા માટેના મૂળ ગ્રીક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી, બાઇબલના વિદ્વાનો જાણતા નથી કે ઓશીકા માટેના મૂળ ગ્રીક શબ્દનો ખરો અર્થ શું થાય છે. મોટા ભાગના ગુજરાતી બાઇબલમાં એ માટે ‘ઓશીકું’ શબ્દ ભાષાંતર કરવામાં આવ્યો છે. અહીં કેવા પ્રકારના ઓશીકાની વાત થાય છે? મૂળ ભાષામાં, માર્કે એ અર્થમાં ઓશીકું શબ્દ વાપર્યો છે કે જાણે એ હોડીનો એક ભાગ હોય. વર્ષ ૧૯૮૬માં ગાલીલના સમુદ્રમાંથી એક હોડી મળી આવી. એનાથી માર્કે જે કહ્યું એનો અર્થ સમજી શકાય છે.

સંશોધકોએ શોધી કાઢ્યું કે આઠ મીટર લાંબી આ હોડી પવનચક્કી અને હલેસાથી ચાલતી હતી. એનો ઉપયોગ માછલી પકડવા થતો હતો. એના પાછલા ભાગમાં માછલી પકડવાની ભારે અને મોટી જાળી રહેતી. ઈસવીસન પૂર્વે ૧૦૦થી ઈસવીસન ૭૦ની વચ્ચે આવી હોડીનો ઉપયોગ થતો હતો. ઈસુ અને તેમના શિષ્યોએ જે હોડીમાં મુસાફરી કરી હતી એ પણ આવી જ કંઈક હતી. ડૉક્ટર શેલે વૉસમેને આ હૉડીનું સંશોધન કર્યું. તેમણે ધ સી ઑફ ગાલીલી બૉટ—એન ઍક્સટ્રાઑર્ડીનરી ૨૦૦૦ યર ઑલ્ડ ડિસ્કવરી પુસ્તક લખ્યું. તેમના કહેવા પ્રમાણે ઈસુ જે “ઓશીકા” પર સૂઈ ગયા હતા એ રેતી ભરેલી એક થેલી હતી. આવી જ હોડી પર કામ કરનાર જોપ્પા શહેરના એક અનુભવી માછીમારે કહ્યું: ‘હું યુવાન હતો ત્યારે ભૂમધ્ય સાગરમાં હોડી હંકારવાનું કામ કરતો હતો. એ હોડીમાં હંમેશા એક કે બે રેતી ભરેલી થેલી રાખવામાં આવતી, જેથી હોડીને સમતોલ રાખી શકાય. પરંતુ, એની જરૂર ન હોય ત્યારે અમે એને હોડીના એકદમ પાછલા ભાગમાં મૂકી દેતા. પછી કોઈને આરામ કરવો હોય તો હોડીના એ પાછલા ભાગમાં જઈને સૂઈ જતા. એ વખતે તેઓ રેતીની થેલીનો “ઓશીકા” તરીકે ઉપયોગ કરતા હતા.’

બાઇબલના વિદ્વાનો માને છે કે માર્કના વર્ણન પ્રમાણે હોડીના પાછલા ભાગમાં ઈસુ રેતીની થેલી પર સૂઈ ગયા હતા. એ જગ્યા તોફાનમાં પણ રક્ષણ મળે એવી હતી. વળી થેલી પણ ઓશીકાના માપની હતી. અહીં ઓશીકું કેવું હતું એ મહત્ત્વનું નથી. સૌથી મહત્ત્વનું તો, ત્યાર પછી જે બન્યું એ છે. પરમેશ્વરની શક્તિથી ઈસુએ સમુદ્રને ધમકાવ્યો હોવાથી તોફાન શાંત પાડ્યું. અરે, શિષ્યો પણ અંદરોઅંદર કહેવા લાગ્યા: “આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”