વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
વાંદરાના હાથમાં સીડી
કેટલાક ઉત્ક્રાંતિવાદીઓ એવું માને છે કે ઘણા વાંદરાઓને ઘણાં ટાઈપરાઈટર આપવામાં આવે તો, એક દિવસ એવો આવશે કે તેઓ શેક્સપીઅરની બધી જ રચનાઓ ટાઈપ કરી નાખશે. ઇંગ્લૅંડની પ્લીમથ યુનિવર્સિટીના સંશોધકોએ છ વાંદરાઓને એક મહિના માટે કૉમ્પ્યુટર આપ્યું. વાંદરાઓ “એક પણ શબ્દ ટાઈપ કરી શક્યા નહિ,” ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ રીપોર્ટ આપે છે. ઇંગ્લૅંડની નૈઋત્ય આવેલા પેગન્ટન પ્રાણી સંગ્રહાલયના છ વાંદરાઓએ “ફક્ત પાંચ પાના ભર્યા.” એમાં એકનો એક જ અક્ષર છાપ્યો હતો. એ કાગળમાં છેલ્લે તેઓએ થોડા બીજા અક્ષરો ટાઈપ કર્યા હતા. તેઓએ કીબોર્ડનો જાજરૂ તરીકે પણ ઉપયોગ કર્યો. (g04 1/22)
સાપના ઝેર સામે રક્ષણ આપતી રસી
ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા જણાવે છે: “ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે સાપ કરડે ત્યારે મરઘીના ઇંડા એક જોરદાર દવા સાબિત થઈ શકે.” લગભગ ૧૨ અઠવાડિયાની મરઘીઓને “પ્રાણઘાતક ન બને એટલી માત્રામાં સાપના ઝેરનું” ઇંજેક્શન આપવામાં આવ્યું અને બે કે ત્રણ અઠવાડિયા પછી ફરી પાછો બીજો ડોઝ આપવામાં આવ્યો. એકવીસ અઠવાડિયા પછી, મરઘીઓએ ઈંડા આપવાનું શરૂ કર્યું ત્યારે, એમાં ઝેર સામે રક્ષણ કરવાની શક્તિ હતી. સંશોધકો આશા રાખે છે કે ઝેર સામે રક્ષણ પામવા ઘોડામાંથી દવા મેળવવા કરતાં ઇંડામાંથી મેળવી શકાશે. ધ ટાઈમ્સ બતાવે છે, કે “ઘોડામાંથી સાપના ઝેર સામે રક્ષણ આપતી દવા મેળવવા એને ખૂબ પીડા સહન કરવી પડે છે.” ઑસ્ટ્રૅલિયાના વૈજ્ઞાનિકોએ પ્રાણીઓ પર આ નવી ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને સફળ થયા હોવાનો દાવો કર્યો છે. જો ઝેર સામે રક્ષણ માટે ઈંડામાંથી મળેલી આ દવાની માણસો પર સારી અસર થાય તો, એનાથી ભારતને ઘણી મદદ મળશે. અહીં દર વર્ષે સાપ કરડવાના ૩,૦૦,૦૦૦ કેસો નોંધવામાં આવે છે. એમાંથી, ૧૦ ટકા લોકો મરણ પામે છે. (g04 1/8)
લાંબા અંતરની ફોન સેવા
ફિલાદેલ્ફીઆ, અમેરિકામાંથી એક સ્ત્રી કસ્ટમર સર્વિસને ફોન કરે છે. મીચેલ નામની સ્ત્રી તેની સાથે વાત કરે છે. હકીકતમાં આ સ્ત્રીનું નામ મેઘના છે. તે ભારતમાં છે કે જ્યાં આ સમયે અડધી રાત થઈ છે. ભારતના કોલ સેન્ટરો, વિદેશી કંપનીઓનું કામ લઈને “મુખ્ય ઓફિસમાં” ૧,૦૦,૦૦૦ કરતાં વધારે લોકોને નોકરી આપે છે. આ કંપનીઓમાં અમેરિકન એક્સપ્રેસ, એટીએન્ડટી, બ્રિટીશ એરવેઝ, સીટીબેંક અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિક કંપનીઓ છે. આ કામ ભારતમાં લાવવાથી આંતરરાષ્ટ્રિય ફોનના પૈસા પણ ઓછા થાય છે તેમ જ ભારતના અંગ્રેજી બોલતા અનેક શિક્ષિત લોકો એ કામ “પશ્ચિમના દેશોમાં આપવા પડતા પગારના ફક્ત ૨૦ ટકામાં કરી આપે છે,” એમ ઇન્ડિયા ટુડે મૅગેઝિને અહેવાલ આપ્યો. અમેરિકન વ્યક્તિ જેવા ઉચ્ચાર કરવા મેઘના જેવા ઑપરેટરને મહિનાઓની તાલીમ આપવામાં આવે છે, “એમાં અમેરિકન ઉચ્ચારને શીખવા માટે હોલીવુડની પ્રખ્યાત ફિલ્મો જોવાનો” પણ સમાવેશ થાય છે. મેઘનાનું કૉમ્પ્યુટર તેને ફિલાદેલ્ફીઆના વાતાવરણ વિષે પણ બતાવે છે, કે જેનો તે વાતચીતમાં પણ ઉલ્લેખ કરી શકે. અને અંતે તે “હેવ અ ગુડ ડે” કહીને વાતચીત પૂરી કરે છે! (g03 12/22)
સંઘર્ષ કરતા ખેડૂતો
ન્યૂ સાયંટિસ્ટ મૅગેઝિન જણાવે છે કે એક રિપોર્ટ અનુસાર, “હરિયાળી ક્રાંતિના લીધે એક તરફ ફાયદો તો થયો પરંતુ એની બીજી આડઅસર પણ થઈ: આફ્રિકામાં લાખો ખેડૂતો વધારે ગરીબ બન્યા.” એવું કઈ રીતે બન્યું? વર્ષ ૧૯૫૦ના દાયકાના અંતથી, જગતની વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે જલદી પાક આપે એવા ઘઉં અને ચોખાનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ, આ રીતે ભરપૂર પ્રમાણમાં અનાજ પાક્યું જેના લીધે અનાજ સસ્તુ થઈ ગયું. ન્યૂ સાયંટિસ્ટ મૅગેઝિન જણાવે છે: “આ નવી પ્રકારના બિયારણને જે ખેડૂતો ખરીદી શક્યા તેઓને થોડું ઘણું નુકસાન થયું પરંતુ જેઓએ જૂના બિયારણનો ઉપયોગ કર્યો તેઓને ઘણું નુકસાન થયું.” વધુમાં, આ વિકસાવેલું ધાન્ય આફ્રિકાના વાતાવરણને માફક આવ્યું નહિ, કારણ કે એ તો એશિયા અને લેટીન અમેરીકા માટે હતું. (g04 1/22)
પીગળતી હિમનદી
પંજાબ, ભારતમાં બીજી જગ્યાઓએ વરસાદ મોડો પડ્યો હોવાથી પાણીની સમસ્યા ઊભી થઈ હતી. એવા સમયે, સતલજ નદી પર આવેલા ભાખરા બંધમાં પાણીનું સ્તર ગયા વર્ષ કરતાં બમણું થઈ ગયું. એમ કઈ રીતે બન્યું? ડાઉન ટુ અર્થ મૅગેઝિને બતાવ્યું કે, સતલજ નદી જ્યાંથી પસાર થાય છે એ વિસ્તારમાં ૮૯ હિમનદીઓ છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના હિમનદી વિષય પરના
નિષ્ણાત સૈદ ઈકબાલ હુસેન જણાવે છે કે “સારો વરસાદ નહિ પડવાને લીધે હિમનદી પીગળવા લાગી. વાદળો નહિ હોવાથી, સૂર્યનો સીધો તાપ હિમનદીઓ પર પડે છે. સખત તાપના લીધે આ હિમ બહુ ઝડપથી પીગળે છે.” નિષ્ણાતો એવું માને છે કે આનાથી હીમ સરોવરો છલકાઈ જઈ શકે છે. વધુમાં, હિમનદી નાનીને નાની થતી જશે અર્થાત્ ભવિષ્યમાં પાણીનો પુરવઠો ઓછો અને વિજળી ઉત્પાદન અને ખેતીવાડી પર એની બહુ ખરાબ અસર પડશે. (g04 1/22)સાબુ—જી વન બચાવે છે
લંડન સ્કૂલ ઑફ હાઇજીન ઍન્ડ ટ્રોપીકલ મેડીસીનના પ્રાધ્યાપક વાલ ક્રૂટીસ કહે છે કે, ફક્ત સાબુથી હાથ ધોવાથી દર વર્ષે લગભગ દસ લાખ લોકો પોતાનું જીવન બચાવી શકે છે. કેમ કે હાથ ધોવાથી તેઓ ડાયેરિયા જેવા રોગથી બચી શકે છે. કાયાટો, જાપાનમાં થર્ડ વર્લ્ડ વોટર નામની એક જાહેર સભામાં બતાવવામાં આવ્યું કે મનુષ્યનું મળ “જાહેર જનતા માટે સૌથી જોખમી છે,” એમ ડેઈલી યોમેયરી છાપાએ અહેવાલ આપ્યો. વળી, એમાં એમ પણ બતાવવામાં આવ્યું કે, “અમુક સમાજમાં બાળક સંડાસ કરે પછી, સ્ત્રી એને પાણીથી ધોઈને પછી પોતાના હાથ ધોયા વગર ખાવાનું બનાવે છે.” સાબુ અને પાણીથી હાથ ધોવાથી જોખમી વાયરસ અને બેક્ટેરિયા ફેલાતા અટકી શકે છે. ક્રૂટીસ કહે છે કે, વિકસિત દેશોમાં, ‘એક બાજુ ડાયેરીયા જેવી બીમારીઓ ઓછી કરવા પાણીને શુદ્ધ કરવાથી જે પરિણામ આવે છે એ જ સાબુથી હાથ ધોવાથી આવે છે.’ (g04 2/22)
લેટિન ભાષાને જી વંત રાખવી
લેટિનને ઘણા લોકો મૃતભાષા ગણે છે. પરંતુ વેટિકન આ ભાષાને જીવંત રાખીને એમાં નવા નવા શબ્દો ઉમેરે છે. શા માટે? વેટિકનની ભાષા ઈટાલીયન છે છતાં, દેશની ભાષા લેટીન છે. પોપના પત્રો અને બીજા દસ્તાવેજોમાં હજુ પણ આ જ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ ૧૯૭૦ના દાયકામાં એવો કાયદો બહાર પાડવામાં આવ્યો હતો કે ધાર્મિક માસ સ્થાનિક ભાષાઓમાં ઊજવવામાં આવશે. એનાથી લેટિન ભાષાનો ઉપયોગ બહુ જ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી, પોપ પોલ પાંચમાએ આ ભાષા જીવંત રાખવાનો પાયો નાખ્યો. લેટીન-ઈટાલીયન શબ્દકોષ બે ગ્રંથમાં બહાર પાડીને પહેલું પગલું લેવામાં આવ્યું. આ બધા જ શબ્દકોષ વેચાઈ ગયા. હવે આ બંને ગ્રંથને એક ગ્રંથમાં સમાવીને પ્રકાશિત કરવામાં આવ્યો છે. એની કિંમત ૧૧૫ અમેરિકન ડોલર છે. એમાં લગભગ ૧૫,૦૦૦ લેટિન ભાષાના નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે, જેમ કે એસ્કારીઓરુમ લવાટોર (ડીશવોશર). ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ કહે છે, કે બીજો નવો શબ્દકોશ “બે કે ત્રણ વર્ષમાં બહાર પડશે.” એમાં ખાસ કરીને “કૉમ્પ્યુટર અને માહિતી ક્ષેત્રના” શબ્દો ઉમેરવામાં આવશે. (g04 2/22)