સજાગ બનો! નં. ૨ ૨૦૨૦ | આપણા પર દુઃખો કેમ આવે છે?
આપણે કોઈને કોઈ સમયે દુઃખ-તકલીફોનો સામનો કર્યો હશે. બની શકે કે આપણે અથવા આપણાં સગાં-વહાલાં કોઈ બીમારી, અકસ્માત, કુદરતી આફત કે પછી હિંસાનો ભોગ બન્યા હોય.
એ વખતે આપણને થાય છે કે દુઃખ-તકલીફો કેમ આવે છે.
અમુક લોકોને લાગે છે કે નસીબમાં જે લખ્યું હોય એ જ થાય. એને કોઈ રોકી ન શકે!
અમુક એવું માને છે કે મનુષ્ય પોતાનાં કર્મોનાં ફળ ભોગવે છે. તેઓ કહે છે કે આપણે આ જનમમાં કે ગયા જનમમાં કોઈ પાપ કર્યું હશે, જેના લીધે આપણા પર તકલીફો આવે છે.
મોટા ભાગે કોઈ ખરાબ બનાવ બને ત્યારે લોકોનાં મનમાં આવા સવાલો થાય છે.
દુઃખ-તકલીફો વિશે લોકો શું માને છે?
દુઃખ-તકલીફો વિશે બીજા ધર્મો શું માને છે એ જુઓ.
૧ શું આપણાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર છે?
ઈશ્વર વિશે ખોટું શિક્ષણ ફેલાવવામાં આવે છે. એનાથી લોકો છેતરાઈ ગયા છે. ઈશ્વર વિશેનું સત્ય શું છે?
૨ શું દુઃખ-તકલીફો માટે મનુષ્ય જવાબદાર છે?
જો દુઃખ-તકલીફો માટે મનુષ્ય જવાબદાર હોય, તો એનો અર્થ થાય કે મનુષ્ય એ તકલીફો ઓછી કરી શકે છે.
૩ સારા લોકો પર દુઃખ-તકલીફો કેમ આવે છે?
બાઇબલ એનો જવાબ જાણવા મદદ કરે છે.
૪ શું ઈશ્વરે આપણને દુઃખ-તકલીફો સહેવા બનાવ્યા છે?
ઈશ્વરે આટલી સુંદર દુનિયા બનાવી, તો પછી શું તે દુઃખ-તકલીફો કાયમ ચાલવા દેશે? જો એમ ન હોય તો પછી આપણે કેમ દુઃખ-તકલીફો સહેવી પડે છે?
૫ શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે?
બાઇબલ જણાવે છે કે ઈશ્વર કઈ રીતે દુઃખ-તકલીફોનો અંત લાવશે.
તમને આ મદદ કરશે
ભલે ગમે એટલી મુશ્કેલી હોય પણ આપણી પાસે બાઇબલ છે, જેના દ્વારા આપણને મદદ મળશે.