સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે કદી વિચાર્યું છે?

શું તમે કદી વિચાર્યું છે?
  • જો ઈશ્વરને આપણી ચિંતા હોય, તો શા માટે તેમણે લાંબા સમયથી દુષ્ટતા અને તકલીફો ચાલવા દીધી છે?

  • કઈ રીતે ખાતરી રાખી શકીએ કે આપણે આ દુનિયાના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ?

  • શા પરથી કહી શકાય કે ઈશ્વરના રાજ્ય વિશે બાઇબલમાં આપેલાં વચનો ચોક્કસ પૂરા થશે?

  • જીવનમાં સારા નિર્ણયો લેવા શું બાઇબલમાંથી આપણને મદદ મળી શકે?

સર્જનહાર આપણને પ્રેમ કરે છે. એટલે તેમણે એ સવાલો અને એના જેવા બીજા સવાલોના જવાબ આપણને આપ્યા છે. એ સવાલોના જવાબ મેળવવા અમારી વેબસાઇટ www.jw.org/gu પર જાઓ. બાઇબલ વિશે જાણવા લોકોને મદદ મળે, એ માટે આ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે.

એ વેબસાઇટ પર અમારી પ્રવૃત્તિઓ, લેખો, ઑડિયો-વીડિયો રેકોર્ડિંગ, અનુભવો, અલગ અલગ સાહિત્ય અને બાઇબલ પણ પ્રાપ્ય છે. બધું સાહિત્ય મફત છે.